Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાજ્યમાં દારૂની પરમીટની સંખ્યામાં ધરખમ ઉછાળો : કુલ 58 હોટલો મારફત દારૂનું વેચાણ

અમદાવાદ : રાજ્યમાં એકતરફ દારૂબંધી મુદ્દે રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ જે આંકડા સામે આવ્યા છે તે મુજબ રાજ્યમાં દારૂની પરમિટની સંખ્યામાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં દારૂની પરમિટની સંખ્યા 2644થી વધીને 4078 થઇ છે

  . રાજ્યમાં હાલ કુલ 58 હોટેલો મારફતે પરમિટવાળો દારૂ વેચાઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા 2013-14માં 2644 અને 2014-15માં 2259 પરમીટ અપાઈ હતી જ્યારે 2015-16માં 2015 અને 2016-17માં 2828 પરમીટ અપાઈ હતી.

(12:34 am IST)
  • ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST

  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST

  • અમરેલીના સરોવડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ access_time 3:51 pm IST