Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સુરતનો હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં : રત્નકલાકરો બેરોજગાર :અન્ય ધંધામાં ઝપલાવવા મજબુર બન્યા

અનેક ઘરમાંથી કમાનારા લોકોની રોજગારી છીનવાઈ જવાથી પરિવાર પર આર્થિક સંકટ

 

સુરતનો હીરા ઉદ્યોગ મંદીના ભરડામાં સપડાયો છે હજારો રત્નકલાકારોને રોજીરોટી આપતા હીરા ઉદ્યોગઈ ચમક ગુમાવતા રત્નકલાકરોના નૂર ઉડી ગયા છે

   સુરત હીરાઉદ્યોગ માટે જાણીતું શહેર છે અને તેના લીધે તેને ડાયમંડનગરી પણ કહેવામાં આવે છે. ડાયમંડનગરીનો હીરા ઉદ્યોગ હાલ અત્યારે ખરાબ સ્થિતિમાંથી પસાર  થઇ રહયો છે ,લોકોને રોજગારી નથી મળી રહી. દિવસે અને દિવસે રત્નકલાકારો બેરોજગાર બની રહ્યાં છે અને નાછૂટકે અન્ય કોઈ ધંધામાં ઝંપલાવી રહ્યાં છે.

  મંદીનો સૌથી મોટો માર સુરત સહન કરી રહ્યું છે અને તેના લીધે અનેક ઘરમાંથી કમાનારા લોકોની રોજગારી છીનવાઈ જવાથી પરિવાર પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે.

(12:32 am IST)