Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

કઠલાલના એએસઆઇ એક લાખની લાંચ લેતા ખેડા એસીબીના છટકામાં ઝડપાયા

હત્યાના ગુન્હામાં વહેલી જામીન માટે બે લાખની લાંચ માંગી હતી

ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશનના એએસઆઇ મનુભાઈ પાઉલભાઈ પરંમારને એક લાખની લાંચ લેતા ખેડા એસીબીએ ઝડપી પાડ્યા છે હત્યાના ગુન્હામાં જલ્દી જામીન થઇ જાય એ માટે બે લાખની લાંચ માંગી હતી એ સંદર્ભે એસીબીને જાણ કરતા ખેડા એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા

આરોપી મનુભાઈ પાઉલભાઇ પરમાર  કઠલાલ પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે આ કામના ફરિયાદીના સાળાના જમાઈ વિરુધમાં કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે તા.૨૪/૯/૧૯ના રોજ મર્ડરનો ગુનો  દાખલ થયેલો જેમા આરોપી કે જે આ ગુનાના ફરિયાદીના સાળાના જમાઈ થતા હોય તેઓને અટક કર્યા બાદ જલદી જામીન થઈ જાય તે માટે મદદ કરવા એએસઆઇએ પ્રથમ  ૨ લાખ લાંચ પેટે માંગી રકઝક ના અંતે 120000 ની લાંચ પેટે લેવા સહમત થઈ રુ.૨૦૦૦૦ તા. ૪/૧૦/૧૯ના રોજ લઇ બાકી ના ૧- લાખ રૂપિયાનો આજ રોજ આપી જવાનો ફરીયાદીએ વાયદો કરેલ , પરંતુ ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય  ખેડા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં ફરિયાદીની ફરીયાદ આધારે એસીબી ખેડા ટીમે લાંચના  છટકા નું આયોજન કરતા લાંચ ના છટકામાં ફરિયાદી પાસેથી આરોપી ઇમરાનભાઈ ઉસ્માનભાઈ મલેક ( ઉ.વ.૩૮) (રહેવાસી: ગામ:-પિઠાઈ, તા.કઠલાલ જિ:-ખેડા) એ  આરોપી મનુભાઈ પરમારના કહેવા મુજબ લાંચ ના નાણા સ્વીકારી  લીધા હતા જોકે એસીબીએ ઝડપી લીધો હતો અને હોદાનો દુરપયોગ કરી ગુન્હો દાખલ કરીને કાર્યવાહી કરી હતી

ટ્રેપીંગ અધિકારીમાં એમ.એફ.ચૌધરી પો.ઈન્સ,એ.સી.બી.  ખેડા અને ટીમ  તેમજ સુપરવિઝન અધિકારીમાં  કે.બી.ચુડાસમા મ.નિ. એ.સી.બી અમદાવાદ એકમ જોડાયા હતા

 

(11:33 pm IST)