Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

અલ્પેશ ઠાકોરનું આંદોલન દારૂબંધી માટે નહોતું પણ પાટીદાર અનામત સામે હતું.: હાર્દિક પટેલ

દારૂબંધી મામલે અલ્પેશ ઠાકોરના મૌન સામે હાર્દિક પટેલે ઉઠાવ્યા સવાલ

અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીને લઈને આંદોલન કરનારા અને તાજેતરમાં કૉંગ્રેસ છોડી ભાજપમા જોડાયેલા નેતા અલ્પેશ ઠાકોર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. એમના આ મૌનને લઈને સવાલ ઊભો થઈ રહ્યો છે.

કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે અલ્પેશ ઠાકોરનું આંદોલન દારૂબંધી માટે નહોતું પરંતુ પાટીદાર અનામત આંદોલનની સામે હતું.

ગુજરાતમાં દારૂબંધી મામલે આંદોલન કરનાર અલ્પેશ ઠાકોર હાલ ચૂપ છે એ વિશે આપ શું કહો છો? આના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું કે અલ્પેશ ઠાકોરે દારૂબંધીનું કોઈ આંદોલન કર્યું નહોતું.

હાર્દિક પટેલનું કહેવું છે કે અલ્પેશ ઠાકોરનું આંદોલન પાટીદાર અનામત આંદોલન સામે હતું અને દારૂબંધી તો માત્ર એમની વાત હતી,

હાર્દિક પટેલનું કહેવું છે કે અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં છે અને ભાજપમાં બોલવાની આઝાદી હોતી નથી એટલે તેઓ આ મુદ્દે કંઈ નહીં બોલે.

 વિજયભાઈને દારૂબંધીની નીતિનો અમલ કરવો હોય તો હવે અલ્પેશભાઈ પણ એમની સાથે છે અને એમની પાસે યાદી પણ હશે. મુખ્ય મંત્રીએ એમને લઈને નીકળી પડવું જોઈએ.' એવી વાત પણ તેમણે કરી.

એમણે કહ્યું કે ''પોતાની નિષ્ફળતાની વાત આવે ત્યારે ભાજપ ગુજરાતીઓને નામે ઇમોશનલ કાર્ડ રમે છે પણ લોકોને હકીકત ખબર છે.

(8:51 am IST)