Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અંકલેશ્વરના માંડવા ગામે ઊંચા અવાજે વાત કરતા મામાએ ભાણેજની હત્યાની કોશિશ કરતા ચકચાર

ભાણેજે ધીમે બોલવાનું કહેતા ઉશ્કેરાયેલ મામાએ ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીક્યાં

અંકલેશ્વરનાં માંડવા ગામે ઘરમાં મોટા અવાજે વાત કરતા મામાને રોકતા ભાણેજને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી તેની હત્યાની કોશિશ કરાતા ખળભળાટ મચી જવા પામી છે.

           આ અંગે મળતી વિગત મુજબ માંડવા ગામે માછી પટેલ ફળિયામાં રહેતા ગોમાનભાઇ પટેલ ઘરમાં મોટા અવાજે વાત કરતા હતા. આ બાબતે તેમની ભાણેજ હિતાક્ષી પટેલે તેમને ધીમે વાત કરવા કહ્યું હતું જેથી ગોમાન પટેલ ઉશ્કેરાઈ ગયો હતો અને ભાણેજ હિતાક્ષીને ગળાના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા.હિતાક્ષી ગંભીર રીતે ઘાયલ થતા તેણે સારવાર અર્થે ખસેડવામાં આવી છે.આ બનાવ સંદર્ભે શહેર પોલીસે મામા ગોમાન પટેલ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે

(8:26 pm IST)