Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પાલેજ ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચુંટણીમાં દેવયાનીબેન બિનહરીફ જાહેર

આતશબાજી કરી વિજયની ઉજવણી કરી: પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો.

ભરૂચના પાલેજ ગ્રામ પંચાયતની બુધવારના રોજ યોજાયેલી ઉપસરપંચની ચૂંટણીમાં દેવયાની બહેન ગોહિલ બિનહરીફ ચૂંટાયા હતા. બપોરના ત્રણ કલાકે ભરૂચ મદદનીશ વિકાસ અધિકારી એચ. એચ. કાયસ્થ તથા સર્કલ દિપ્તીબેન પ્રજાપતીની હાજરીમાં સમગ્ર ઉપસરપંચની ચુંટણીની કામગીરી સંપન્ન થઇ હતી. જેમાં બીનહરીફ વિજેતા જાહેર થયેલ દેવયાની બહેનને ગ્રામ પંચાયતના સરપંચ નસીમબાનુ વકીલ સહિત સદસ્યોએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ આતશબાજી કરી વિજયની ઉજવણી કરી હતી. ઉપસરોંચની ચુંટણી સંદર્ભે પાલેજ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો.

(8:22 pm IST)
  • રાજસ્થાનમાં સ્કૂલમાં ઝેરી પાણી પીવાથી છ બાળકોની તબિયત બગડી :સ્કૂલની ટાંકી અને માટલામાં ઝેર ભેળવાયું હોવાની આશંકા : રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાલેરી પંથકની એક ખાનગી સ્કૂલમાં ઘટના : ઝેરી પાણી પીવાથી 60 બાળકોની તબિયત લથડી : સાત બાળકોની સ્થિતિ ગંભીર access_time 12:42 am IST

  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST

  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST