Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

કોટલીંડોરામાં ઝાડની લે-વેચ મુદ્દે ઝઘડો : પિતરાઈ ભાઈ-ભાભીને લાકડીથી ફટકાર્યા

ઠાસરા તાલુકાના કોટલીંડોરા તાબે રાઠોડપુરામાં રહેતાં ભારતસિંહ અંદરસિંહ રાઠોડે પોતાના ખેતરના ઝાડ તેમના ભાઈ વખતસિંહને રૂ.૯૫૦૦માં વેચ્યાં હતાં. આ ઝાડ વેચ્યાં હોવા અંગેની જાણ ભારતસિંહના પિતરાઈ ભાઈ બિપીનભાઈ અભાભાઈ રાઠોડને થતાં તેઓ એકાએક ભારતસિંહના ઘરે આવી ચડ્યાં હતાં. અને તમારા ખેતરના ઝાડ મારે રૂ.૫૦૦૦માં ખરીદવાના હતાં, તમે બીજાને કેમ વેચ્યાં તેમ કહી ગમેતેમ ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યાં હતાં. અને ઉશ્કેરાઈ ગયેલા બિપીનભાઈએ લાકડીની ઝાપોટ મારી ભારતસિંહને ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા ભારતસિંહના પત્ની ગીતાબેનને પણ લાકડીની ઝાપોટ મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

           આ બનાવ અંગે ભારતસિંહ અંદરસિંહ રાઠોડની ફરીયાદને આધારે ડાકોર પોલીસે બિપીનભાઈ અભાભાઈ રાઠોડ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:54 pm IST)