Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સુરત: નશાની હાલતમાં ગરબા રમવા આવેલ શખ્સને ઠપકો આપતા મોડી રાત્રે સાળા-બનેવી પર સાત શખ્સોએ જીવલેણ હુમલો કર્યો: 1.85 લાખની રોકડની લૂંટ

સુરત: શહેરમાં પુણા ગામના એપાર્ટમેન્ટનાં ગરબામાં દારૂ પીને આવવા બદલ ઠપકો અપાયા બાદ અદાવતમાં મોડીરાતે સાળા-બનેલી પર છ થી સાત શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં વેપારીના ખિસ્સામાંથી રૂ.1.85 લાખ પણ પડી ગયા હતા.

           પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં પુણાગામ ભૈયાનગરની અંદર સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટ ફ્લેટ નં.209 માં રહેતા 25 વર્ષીય વેપારી કાલુરામ ગોવર્ધનરામ ચૌધરી અને તેમના બનેવી શંકરલાલ ગત મોડી રાત્રે ઘરે હાજર હતા ત્યારે પાડોશમાં રહેતા રામદેવભાઇ અને તેમનો ભાણેજ રાજુભાઈ ભીખારામ જાટ ( રહે. વિષ્ણુનગરભૈયાનગરની પાસેપુણાગામસુરત ) દારૂ પીને આવ્યા હતા. આથી શંકરલાલે નવરાત્રી ચાલુ હોય દારૂ પીને આવવું નહીં તેમ કહેતા રાજુ અને શંકરલાલ વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો.

(5:38 pm IST)