Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સુરતના ઉમરવાડામાં પતિથી અલગ રહેતી એક પુત્રની માતા સાથે નરાધમ અવારનવાર શારીરિક સંબંધ બાંધી લગ્ન કરવાની ના કહેતા ગુનો દાખલ

સુરત: શહેરના ઉમરવાડા વિસ્તારમાં રહેતી અને પતિથી અલગ રહેતી એક પુત્રની માતા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી તેને તારા છુટાછેડા થશે પછી હું લગ્ન કરીશ તેવી વાત કરનાર પ્રેમીએ છૂટાછેડા બાદ લગ્ન કરવા ઈન્કાર કરી દીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ સુરતના ઉમરવાડા વિસ્તારમાં માતાપિતા સાથે રહેતી 27 વર્ષીય મહિલાના લગ્ન સાત વર્ષ અગાઉ મહારાષ્ટ્રના એક યુવાન સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ તેમને પુત્ર પણ થયો હતો. જોકેપતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોય તેઓ છૂટા પડી ગયા હતા અને મહિલાએ સુરત આવી પોતાનો શાકભાજી વેચવાનો ધંધો ફરી શરૃ કર્યો હતો. દોઢ વર્ષ અગાઉ રમઝાન માસમાં તેની શાકભાજીની લારી ઉપર મોહમ્મદ શાબીર જમાલુદ્દીન શેખ (હાલ રહે. આઇ/4રૃમ નં.16ચોથા માળેનવી ટેનામેન્ટકમિટિ હોલ પાસેઉમરવાડાસુરત) શાકભાજી લેવા માટે આવતો હતો. તે સમયે બંને વચ્ચે શરૃઆતમાં મિત્રતા થઈ હતી અને બાદમાં પ્રેમ સંબંધ બંધાતા સાબીરે મહિલાને તેના છૂટાછેડા થયા બાદ લગ્ન કરવાની ખાતરી આપી હતી.

(5:37 pm IST)
  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST

  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • રાજસ્થાનમાં સ્કૂલમાં ઝેરી પાણી પીવાથી છ બાળકોની તબિયત બગડી :સ્કૂલની ટાંકી અને માટલામાં ઝેર ભેળવાયું હોવાની આશંકા : રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાલેરી પંથકની એક ખાનગી સ્કૂલમાં ઘટના : ઝેરી પાણી પીવાથી 60 બાળકોની તબિયત લથડી : સાત બાળકોની સ્થિતિ ગંભીર access_time 12:42 am IST