Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સુરત: વિદેશી ચલણનું પાર્સલ આપવાના બહાને ઇન્સટ્રાગ્રામ ફ્રેન્ડે સુરતની શિક્ષિકા પાસેથી 1.95 લાખ પચાવી પાડયા

સુરત: શહેરમાં સોના-ચાંદીના દાગીના, આઇફોન એક્સ સહિત રૃા.24 લાખના વિદેશી ચલણ સાથેનું પાર્સલ તારા માટે લાવ્યો છું તે છોડાવા માટે જુદી-જુદી પ્રોસેસના બહાને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે સુરતના લાલ દરવાજા વિસ્તારની શિક્ષિકાના રૃા.1.95 લાખ પડાવી લીધા છે.

           પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટના વતની અને સુરતમાં લાલ દરવાજા બંદૂકડાના નાકા રાધે ઢોકળાની ઉપર રહેતા અને ઉતરાણની ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલના ઇંગ્લીશ ટીચર 36 વર્ષીય મીનલબેન વિરલભાઇ સિધ્ધપુરાએ હાલ નોકરી છોડી દીધેલી છે. જુલાઇમાં તેમને ઇન્સ્ટાગ્રામ પર રાજેશ રાજ કુમાર નામક વ્યક્તિએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા સપ્તાહ બાદ સ્વીકારી હતી. ત્યારબાદ વાતચિત વધી અને મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી.

(5:35 pm IST)
  • ચોકીદાર બનીને આવેલા લોકો તાનાશાહ બની ગયા : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ગાંધી વિચાર યાત્રાના સમાપન અવસરે કોઈનું નામ લીધા વિના ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા : બધેલે કહ્યું કે સામાજિક મૂલ્યોના તરફેણ અને ચોકીદાર બનીને આવેલા લોકો હવે તાનાશાહ બનીને સામે આવવા લાગ્યા છે access_time 1:17 am IST

  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST