Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

મહેસાણાના વિસનગરમાં ૨૦૦ વર્ષ જુની અશ્વદોડની પરંપરાઃ ભાલક ગામમાં પાણીદાર અશ્વો સાથે સ્‍પર્ધકો જોડાયા

મહેસાણા: અંદાજે ૨૦૦ વર્ષ જૂની અશ્વદોડની પરંપરા આજે પણ વિસનગર તાલુકાના ભાલક ગામે અડીખમ જોવા મળી રહી છે. ત્યારે પાણી દારઅશ્વોની સવારીની અનોખી સ્પર્ધાએ આજે પણ આકર્ષણ જમાવ્યું છે. આ અશ્વદોડને વિસનગર તાલુકાના ભાલક ગામે મુશ્લીમ બિરાદરો ધ્વારા જીવંત રાખવામાં આવી છે, ત્યારે કહેવત પ્રમાણે "દશેરાએ જો ઘોડો ના દોડે તો શું કામનો?" આમ કહેવત પોતાના પરના લાગી આવે તે માટે આજે પણ ઘોડેસવારો  ભાલક ગામે યોજાતી ઉત્તર ગુજરાતની ભવ્ય અશ્વદોડ સ્પર્ધામાં પોતાના પાણીદાર અશ્વો સાથે સ્પર્ધામાં જોડાય છે.

પરંપરા મુજબ અહી ગામની પડતર જમીનમાં એક કિલોમીટરથી વધુ લાંબો એક રનવે બનાવી અંદાજે 100 જેટલા વિવિધ જગ્યાએથી આવેલ ઘોડે સવારો ઘોડાની નાચ, રેહવાનચાલ અને પાટી એટલે કે દોડની સ્પર્ધામાં જોડાય છે. આ સ્પર્ધામાં વિવિધતામાં એકતાની જાંખી પણ પ્રગટ થાય છે. એટલે કે, હિંદુ મુસ્લિમ સહિતના લોકો આ સ્પર્ધામાં ભાગ લે છે. અહીં રાજસ્થાની, કાઠીયાવાડી અને સાંધા આ ત્રણે પ્રકારની ઘોડી પણ જોવા મળે છે. જેને જોવા નાના ભૂલકાઓથી લઇ મોટેરા લોકો દુર-દુર થી આ અશ્વ દોડ મેદાનમાં આવે છે.

લોકોના મોટા માનવ મહેરામણ વચ્ચે ક્યાંક કોઈનો ઘોડો પોતાનું માલિકની લાજ રાખેછે તો કોઈક ઘોડું સાચે જ દશેરાએ ધજાગરા ઉડાવે છે. જેનો આનંદ પણ પ્રેક્ષ્કો માટે અનેરો બની રહે છે. જોકે આ અશ્વદોડ સ્પર્ધામાં લીલી જંડી મળતાની સાથે જાણે કે રોકેટની ગતિએ ઘોડા દોડ લગાવે છે. તો જે ઘોડેસવારની કરતબ અને ઘોડાની કરામત રંગ લાવે છે. તેવા ત્રણ વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરી આ પરંપરાને જીવંત રાખવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો હાલમાં ઉત્તર ગુજરાત સહીત ગાંધીનગર અને અમદાવાદ જિલ્લના ઘોડે સવારો પણ અહી સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે.

મુગલ કાળ અને રાજવીઓના મનોરંજન માટે યોજાતી અશ્વ દોડ આજે ભાલક ગામે એક પરંપરા બની રહેતા આજના આ વિવિધ વાહનોના યુગમાં બાળકોને ઘોડો નામનું પશુ માત્ર પાઠ્યપુસ્તકમાં જ નહિ પણ રૂબરૂ પણ જોવા મળી રહ્યા છે. તો આ સ્પર્ધા એકતાનું ખુબ મોટું ઉદાહરણ પણ પૂરું પાડી રહી છે.

(4:24 pm IST)
  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST

  • રાજસ્થાનમાં સ્કૂલમાં ઝેરી પાણી પીવાથી છ બાળકોની તબિયત બગડી :સ્કૂલની ટાંકી અને માટલામાં ઝેર ભેળવાયું હોવાની આશંકા : રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાલેરી પંથકની એક ખાનગી સ્કૂલમાં ઘટના : ઝેરી પાણી પીવાથી 60 બાળકોની તબિયત લથડી : સાત બાળકોની સ્થિતિ ગંભીર access_time 12:42 am IST