Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અરવલ્લીમાં ભાજપ કાર્યાલય પાસે જ કોંગ્રેસનું શકિત પ્રદર્શન

બાયડ બેઠક માટેના સંમેલનમાં ભાજપના ૧૦૦ કાર્યકરો કોંગ્રેસમાં : અગાઉ ભાજપે ૧પ૦ કાર્યકરો ખેડવ્યા'તાઃ લેવાયો બદલો

અમદાવાદ તા. ૯ :.. ગુજરાત વિધાનસભાની છ બેઠકમાં પેટા ચૂંટણી માટે રાજકીય જંગ છેડાઇ ચૂકયો છે. ત્યારે બન્ને મુખ્ય રાજકીય પક્ષો હરીફ પક્ષમાં ગાબડા પાડવા સક્રિય બન્યા છે. બાયડ બેઠકમાં અગાઉ પ૦ કોંગી કાર્યકરોને ભાજપમાં જોડી ભાજપે રણશીંગુ ફુકયુ હતું તો કોંગ્રેસે બળદેવજી ઠાકોરની આગેવાનીમાં વળતો  પ્રહાર કરી માલપુરમાં ભાજપના કાર્યાલય પાસે જ શકિત પ્રદર્શન યોજી ભાજપના ૧૦૦ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી રાજકીય બદલો લેવાયો હતો.

અરવલ્લીના બાયડ મત વિસ્તારમાં કોંગ્રેસે બળદેવજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને  માલપુરમાં કોંગ્રેસનું શકિત પ્રદર્શન યોજયુ હતુ અને ભાજપના કાર્યાલયની બાજુમાં જ યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ નેતા બળદેવજી ઠાકોરે ભાજપના ૧૦૦ આગેવાન કાર્યકરોને કોંગ્રેસમાં આવકાર્યા હતાં.

ભાજપે પ૦ કાર્યકરોને ખેડવી કેસરીયો પહેરાવ્યો હતો તેની સામે કોંગ્રેસે પણ વળતો રાજકીય પ્રહાર કર્યો હતો.

(11:32 am IST)
  • ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST

  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • ફાન્સથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ : શસ્ત્ર પૂજન અંગે આપ્યું નિવેદન : શસ્ત્ર પૂજા અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી :કોંગ્રેસમાં પણ વિભાજન થયું હોવું જોઈએ :અમે એ કર્યું જે મને ઠીક લાગ્યું : આ મારો વિશ્વાસ છે કે એક સુપર પાવર છે અને બાળપણથી જ એવું માન્યું છે access_time 1:08 am IST