Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

વળતો ઘા : રવલીમાં ભાજપમાં ગાબડું : ભાજપના 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ભાજપ કાર્યાલય પાસે જ કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન બળદેવજી ઠાકોરનાં હસ્તે 100થી વધુ ભાજપનાં કાર્યકરતાને ખેસ પહેરાવાયો

 

અરવલ્લીમાં ભાજપમાં ગાબડું પડતું જોવામાં આવ્યું છે. ભાજપનાં 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. એમ કહી શકાય કે કોંગ્રેસનો ભાજપને ગાબડા સામે ગાબડું પાડી વળતો જવાબ આપવામાં આવ્યો છે. અરાવલ્લીનાં બાયડની બેઠક માટે માલપુરમાં કોંગ્રેસનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલય પાસે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સંમેલનમાં પ્રદેશ નેતા બળદેવજી ઠાકોરનાં હસ્તે 100થી વધુ ભાજપનાં કાર્યકરતાને ખેસ પહેરાવાયો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા 50 કોંગી કાર્યકરોને ભાજપમાં જોડી ગાબળા યુદ્વનું રણશીંગુ ફૂંક્યું હતું, તો આજે કોંગ્રેસ દ્વારા ગાબડા સામે ગાબડું પાડી તેનો બદલો લેવામાં આવ્યો હોવાની વાત થતી સાંભળવામાં આવી રહી છે.

(11:42 pm IST)
  • બેંગલોરમાં કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ડો. જી. પરમેશ્વરના નિવાસે આવકવેરા ત્રાટકયું: ૩૦ સ્થળોએ દરોડા ચાલુ access_time 3:33 pm IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST

  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST