Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાવણદહનમાં વરસાદનું વિધ્ન : સુરતના વેસુમાં 65 ફૂટ રાવણનું પૂતળું ધરાશાયી

વરસાદે રાવણ દહનના આયોજન ઉપર પાણી ફેરવી દીધું હતું

 

સુરત જીલ્લામાં વેસું વિસ્તારમાં દશેરાની સાંજે શરૂ થયેલા મુશળધાર વરસાદે રાવણ દહનના કાર્યક્રમમાં વિધ્ન ઊભું કર્યું હતું. રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 15 દિવસથી રાવણ દહનના કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. પરંતુ દશેરાના દિવસે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.

અમદાવાદ અને આગ્રાથી આવેલ કારીગરોએ વાંસ અને અન્ય સામગ્રીમાંથી કુંભકર્ણ, મેઘનાથ અને રાવણના વિશાળ પૂતળા તૈયાર કર્યા હતા. વર્ષે રાવણના પૂતળાની ઊંચાઈ 65 ફૂટ જેટલી ઊંચી રાખવામાં આવી હતી. દશેરાની સંધ્યાએ લોકોમાં રાવણ દહનનો અનેરો ઉત્સાહ હતો, પરંતુ વરસાદે રાવણ દહનના આયોજન ઉપર પાણી ફેરવી દીધું હતું.

(12:36 am IST)