Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાજ્યમાં દારૂ મુદ્દે દંગલ વચ્ચે છોટાઉદેપુરથી વડોદરા જતી એસટી બસના બસના ડ્રાઇવર અને કંડકટર દારુના નશાધૂત

મુસાફરોએ ફરિયાદ કરતા ડેપો મેનેજરે બંનેને ફરજ પરથી ઉતારી વડોદરા મોકલી દીધા

 

રાજપીપલા : રાજ્યમાં દારૂ મુદ્દે દંગલ ચાલી રહ્યું છે. તેવામાં રાજપીપળા રોડ પર એક એસટી બસનો ડ્રાયવર અને કંડક્ટર દારૂના નશામાં ચકચુર જોવા મળ્યા હતા. છોટાઉદેપુરથી વડોદરા જતી એસટી બસના ડ્રાઇવર અને કંડકટર દારુના નશામાં હતા ત્યારે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

મુસાફરોએ ડેપો મેનેજરને મામલે ફરિયાદ કરી હતી. ત્યારે ડેપો મેનેજરે ડ્રાયવર અને કંડક્ટરને ફરજ પરથી ઉતારી વડોદરા મોકલી દીધા હતા.

(12:51 am IST)