Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અમીરગઢના ડાભેલા નજીક આવેલો પુલ માત્ર છ મહિનામાં જર્જરિત: વાહન ચાલકોને હાલાકી

પૂલની પ્રોટેક્શન દિવાલ પણ નમી ગઈ: પુલનું કામ ફરીથી કરવા લોકોની માંગણી

બનાસકાંઠાના અમીરગઢના ડાભેલા નજીક આવેલો પુલ માત્ર છ મહિનામાં જ જર્જરિત થઈ ગયો છે. આ પુલ પરથી પસાર થતા હજ્જારો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે રાજસ્થાન અને ગુજરાતને જોડતા બનાસકાઠાના અમીરગઢ તાલુકાના ડાભેલા નજીક આવેલો આ પુલ પરથી વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ પસાર થઈ રહ્યા છે.

    છ મહિના પહેલા જ બનાવાયેલા આ પુલમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે તથા સમગ્ર પૂલ જર્જરિત હાલતમાં છે. સ્થાનિકોની માંગ છે કે આ પુલની કામ ફરીથી થવુ જોઈએ.

    ડાભેલા નજીક બનાવાયેલા આ પૂલની પ્રોટેક્શન દિવાલ પણ નમી ગઈ છે. હજ્જારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે એવુ તો કેવું મટીરીયલ વાપર્યુ કે છ મહિનામાં જ પુલમાં ઠેક ઠેકાણે ગાબડા પડી ગયા છે. બિન આવડત ધરાવતી એજન્સીઓને કામ સોપી દેવાથી તેનો ભોગ હજ્જારો વાહન ચાલકો બને છે કેટલીક વાર લોકોની જિંદગી પણ જોખમમાં મુકાય છે.

(9:52 pm IST)