Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી થતા હોબાળો : લોકોએ લમધાર્યો :મામલો પોલીસ મથકે પહોંચ્યો

અન્ય દર્દીના સગાએ છેડતી કરતાં યુવકને લોકોએ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો

પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી થતા હોબાળો થયો હતો. જેને પગલે મામલો પોલીસ થાણે પહોંચ્યો હતો

 આ અંગે મળતી વિગત મુજબ . પાલનપુરમાં ડો.વિનોદ બાવાની સીટી હોસ્પિટલ આવેલી છે. જ્યાં દાખલ મહિલા દર્દીની અન્ય યુવક દ્વારા છેડતી કરાઈ હતી. હોસ્પિટલમાં રાત્રે સુઈ રહેલી મહિલાની છેડતી થતાં હોસ્પિટલમાં હંગામો થયો હતો. મહિલા દર્દીની અન્ય દર્દીના સગાએ છેડતી કરતાં યુવકને પરિવારના લોકોએ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરાયો હતો

  . જોકે, સમગ્ર મામલે સીટી હોસ્પિટલના ડોકટરે હોસ્પિટલની ઈમેજ જાળવવા માટે મહિલા દર્દીને સહયોગ આપવાનો ઇન્કાર કરી હાથ અધ્ધર કરી દીધા હોવાના આક્ષેપો થયા હતા. દરમિયાન, પીડિત મહિલા દર્દી દ્વારા પુર્વ પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી.

(9:39 pm IST)
  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST

  • રાજસ્થાનમાં સ્કૂલમાં ઝેરી પાણી પીવાથી છ બાળકોની તબિયત બગડી :સ્કૂલની ટાંકી અને માટલામાં ઝેર ભેળવાયું હોવાની આશંકા : રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાલેરી પંથકની એક ખાનગી સ્કૂલમાં ઘટના : ઝેરી પાણી પીવાથી 60 બાળકોની તબિયત લથડી : સાત બાળકોની સ્થિતિ ગંભીર access_time 12:42 am IST

  • અમરેલીના સરોવડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ access_time 3:51 pm IST