Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

અમદાવાદના વટવા વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાયું: છ યુવકોની ધરપકડ:લેપટોપ,મોબાઈલ સહિતની વસ્તુ જપ્ત

વિદેશી નાગરિકોંને લાલચ આપીને ઠગાઈ કરવાના કૌભાંડનો પર્દાફાશ

 

અમદાવાદઃઅમદાવાદના વટવા વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે પોલીસને માહિતી મળતા રેડ પાડી હતી. દરમિયાન પોલીસે યુવકોની ધરપકડ કરી છે. તે અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપી જુદી-જુદી વેરિફિકેશન ફી, લોન એગ્રીમેન્ટ ફી જેવી અનેક લાલચો આપીને રૂપિયા પડવતા હતા પોલીસે લેપટોપ મોબાઇલ, રાઉન્ટ અને 6 મેજીક જેક જપ્ત કર્યા છે.

  અંગેની વિગત મુજબ વટવા પોલીસને બાતમી મળી હતી કે વટવા વિસ્તારમાં આવેલ કુતુબનગરમાં વિદેશી નાગિરકો સાથે ઠગાઇ કરવાનું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું છે. બાતમીના આધારે વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ડી સ્ટાફની ટીમ મોડી રાતે ઘટનાસ્થળે પહોંચીને દરોડા પડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે યુવકોની ધરપકડ કરી હતી. પોલીસે તમામ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

(12:26 am IST)