Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

નડિયાદ નજીક ચરોતરમાં ખોટા ડોકટરી સર્ટિફિકેટ ઉભા કરી છેતરપિંડી કરનાર ડોક્ટરનો ભાંડો મહિલાઓએ ફોડ્યો

નડિયાદ:પ્રેગનન્સીના નામે ચરોતરના આંગણે લાખોનો વેપાર કરતા એક વ્યક્તિએ ખોટા ડૉક્ટરી સર્ટીફીકેટ ઉભા કરી લાખો રૂપિયા હડપ કર્યા હોવાની ઘટના સામે આવી છે. નાગરિકોની મજબૂરીઓનો ફાયદો ઉઠાવી સ્ત્રીઓના શરીર સાથે ચેડા કરતા બોગસ ડૉક્ટરનો એક મહિલાએ જ પર્દાફાશ કર્યો છે. 

ગર્ભાશય ધારણ ન કરી શકતી સ્ત્રીઓને ગર્ભ રહે તે માટે ઠંડકના ઈન્જેક્શન આપી લાખો રૂપિયાની કમાણી કરતો હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જેમાં આજે ૨૦થી વધુ મહિલાઓ ડાકોર પોલીસ મથકે તેની વિરુધ્ધ ફરિયાદ કરવા પહોંચી હતી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઉમરેઠ ખાતે આવેલી રુદ્ર હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે આરીફ પઠાણ નામનો વ્યક્તિ ફરજ બજાવતો હતો.તે આણંદના તમામ તાલુકાઓના ગામડાઓ સહિત ખેડા જિલ્લાના ઠાસરા અને મહુધા તાલુકાના ગામોને ટાર્ગેટ બનાવી ગામના સી.એચ.સી. સેન્ટર ખાતે ઓળખીતા ડૉક્ટરોનો સંપર્ક સાધી ત્યાં સારવાર આપવા માટે પહોંચી જતો હતો. આ માટે તેણે પોતાના નકલી ડૉક્ટરના સર્ટીફીકેટ પણ ઉભા કર્યા હતા. 

(5:12 pm IST)