Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધાને નિશાન બનાવી તસ્કરોએ 80 હજારનું મંગળસૂત્ર તફડાવ્યું

સુરત:ઉમરા પોલીસ મથક વિસ્તારમાં ચેઈન સ્નેચર્સએ વધુ એક વૃધ્ધાને નિશાન બનાવી હતી. ગતરાત્રે સરગમ શોપીંગ સેન્ટર પાછળ ઘરવખરીનો સામાન લેવા નીકળેલા વૃધ્ધાના ગળામાંથી મોટર સાયકલ ઉપર આવેલા બે અજાણ્યા રૂ. ૮૦,૦૦૦ ની કિંમતનું મંગળસૂત્ર તોડી ફરાર થઈ ગયા હતા.

હૈદરાબાદના વતની અને સુરતમાં ઈચ્છાનાથ નહેરૂનગર તિરૂપતી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૩ માં રહેતા ૬૫ વર્ષીય રમાબેન અશોકભાઈ ચતુર્વેદુલા ગતરાત્રે ઘરવખરીનો સામાન લેવા જતા હતા ત્યારે ૮-૩૦ વાગ્યાના અરસામાં સરગમ શોપીંગ સેન્ટરની પાછળ મલબાર હીલ નજીક એક મોટરસાયકલ એકદમ તેની નજીક આવી હતી. મોટરસાયકલ ઉપર બેસેલા ૨૦ થી ૩૦ વર્ષના બે અજાણ્યા પૈકી પાછળ બેસેલા યુવાને રમાબેનના ગળામાંથી રૂ. ૮૦,૦૦૦ ની કિંમતનું સોનાનું ચાર તોલાનું મંગળસૂત્ર તોડયું હતું અને બંને ભાગી છૂટયા હતા

(5:10 pm IST)