Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સુરતમાં 37.14 લાખનું કાપડ ખરીદી સાસુ-વહુ સાથે છેતરપિંડી આચરનાર દંપતી વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:રીંગરોડ આદર્શ માર્કેટ-૧ માં રાય ફેશન અને ખુશી ફેશનના નામે ડ્રેસ મટીરીયલનો વ્યવસાય કરતા દંપત્તિએ મહિલા વેપારી અને સાસુ પાસેથી એક વર્ષ દરમિયાન રૂ. ૩૭.૧૪ લાખનું ડ્રેસ મટીરીયલ મંગાવી પેમેન્ટ ચૂકવ્યું ન હતું અને દુકાન બંધ કરી ફરાર થઈ ગયું હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સીટીલાઈટ રોડ ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ ડી/૮૦૧ માં રહેતા દંપત્તિ રીયા-મુદુલ એમ રાયે રીંગરોડની આદર્શ માર્કેટ-૧ દુકાન નં. ૧૦૫૯-૧૦૬૦ માં રાય ફેશન અને ખુશી ફેશનના નામે ડ્રેસ મટીરીયલનો વ્યવસાય શરૂ કર્યો હતો. રાય દંપત્તિએ મુસ્કાન ફેશન, કનિશ્કા ફેશન અને આહુજા ટેક્ષ્ટાઈલના નામે વેપાર કરતા સાસુ-વહુ પુષ્પાબેન આહુજા-ચારૂ અજય આહુજા (બંને રહે, ૬૦૨, નંદનવન-૩, વી.આઈ.પી. રોડ, વેસુ, સુરત) પાસેથી ગત જૂન ૨૦૧૬ થી ડ્રેસ મટીરીયલની ખરીદી શરૂ કરી હતી.

(5:10 pm IST)