Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

નડિયાદ નજીક બાઈકની હડફેટે સાયકલ સવારને ગંભીર ઇજા

નડિયાદ: ચકલાસી ભાગોળ નજીક રહેતા કિશનભાઈ કાભઈભાઈ તળપદા ગત તા. ૬-૧૦-૧૮ની રાત્રે સાયકલ લઈને ચકલાસી ભાગોળ ચોકડી ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવેલ મોટર સાયકલ નં. જીજે ૦૭ બીજી ૪૮૮૩ ધડાકાભેર સાયકલ પાછળ અથડાઈ હતી. જેથી સાયકલ સવાર કિશનભાઈ તળપદાને રોડ ઉપર પડી જતા માથામાં તેમજ શરીર ઉપર ઈજા થઈ હતી. આ અકસ્માત સર્જી બાઈક ચાલક નાસી ગયો હતો. 
આ બનાવ અંગે કિશનભાઈ કાભઈભાઈ તળપદાની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

 

(5:03 pm IST)