Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વસોના પીજમાં નજીવી બાબતે થયેલ ઝઘડામાં બેને ગંભીર ઇજા

વસો: તાલુકાના પીજ રબારી ફળિયામાં રબારી પરિવારો રહે છે. આ રબારીઓ ગાય-ભેંસો રાખતા હોઈ ઘાસચારો-પૂળાનો સંગ્રહ કરતા હોય છે. હાલમાં ડાંગર કાપવાની સીઝન ચાલી રહી છે ત્યારે અરજણભાઈ રામાભાઈ રબારી ખેતરમાંથી ભરી લાવેલા ડાંગરના પૂળા ઘર આગળ નાખ્યા હતા. જેને લઈ પડોશમાં રહેતા સવણભાઈ મફતભાઈ રબારીએ અરજણ રબારીને ડાંગરના પૂળા નાખી રસ્તો બંધ કરી દીધો છે. અમારે કેવી રીતે જવું કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ગાળો બોલવાની ના પાડતા સવણભાઈ રબારીએ ઉશ્કેરાઈ જઈ અરજણભાઈ રબારીને છાતી, જમણા હાથ ઉપર તેમજ ડાબા પગ ઉપર લાકડાનો ડંડો મારી ઈજા કરી હતી. આ ઝઘડામાં છોડાવવા આવેલ અમિતભાઈને હાર્દિક રબારીએ જમણા હાથે લાકડી મારી ઈજા કરી હતી. 
આ બનાવ અંગે અરજણભાઈ રામાભાઈ રબારીની ફરિયાદ આધારે વસો પોલીસે સવણભાઈ મફતભાઈ રબારી તેમજ હાર્દિક મફતભાઈ રબારી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

 

(5:03 pm IST)