Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વાસદ પોલીસે રાત્રીના સુમારે છાપો મારી 3 જુગારીઓને રંગે હાથે દબોચ્યા

વાસદ:પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે કાચલાપુરા ખાડામાં છાપો મારીને સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા પાનાનો જુગાર રમતાં અશોક ઉર્ફે મરઘી કીશનભાઈ પરમાર, મીરલ ઉર્ફે પપ્પુ અશોકભાઈ સોની તથા દિનેશભાઈ જીણાભાઈ જાદવને ઝડપી પાડીને રોકડા ૧૨૦૦ તથા એક બાઈક અને મોબાઈલ મળીને કુલ ૨૪૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. 

(5:00 pm IST)