Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

તારાપુર-ધર્મજ રોડ પર ટેન્કરની હડફેટે રાહદારીનું કમકમાટી ભર્યું મોત

તારાપુર:તારાપુર-ધર્મજ સ્ટેટ હાઈવે પર આવેલા તારાપુરની એક હોટલ પાસે મધ્યરાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી એક ટેન્કરે રાહદારીને ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે તારાપુર પોલીસે ટેન્કર મુકીને ફરાર થઈ ગયેલા ડ્રાયવર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
અકસ્માતની મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્રના ધુલિયા જીલ્લાના ફાગને ગામે રહેતા ચૌધરી અનિલભાઈ રાજારામ ગઈકાલે મધ્યરાત્રીના અઢી વાગ્યાના સુમારે તારાપુર પાસે આવેલી પંથી હોટલ પાસેથી ચાલતા જઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી ટેન્કરે ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાયા હતા જેમાં માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. 

(5:00 pm IST)