Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

નડિયાદની ડભાણ ચોકડી પાસે ટ્રક પાછળ લકઝરી બસ ઘુસી જતા અકસ્માત: ડ્રાઇવર અને ક્લિનરનાં કરૂણમોત

આઇસરમાં પ્રિન્ટિંગ રોલ ભર્યા હતા :બસ અવધ ટ્રાવેલ્સની હોવાની ચર્ચા

નડિયાદ :નેશનલ હાઇવે નંબર-8 પર એક આઇસર પાછળ લક્ઝરી બસ ઘૂસી જતાં ડ્રાઇવર અને ક્લિનરનાં મોત થયા છે. નડિયાદની ડભાણ ચોકડી પાસે આ અકસ્માત થયો હતો. અહીં રસ્તાની બાજુમાં ઉભા રહેલા એક આઇસર ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી. આઇસરમાં પ્રિન્ટિગ રોલ ભર્યા હતા. જ્યારે અકસ્માતનો ભોગ બનેલી બસ અવધ ટ્રાવેલ્સની હોવાનું માલુમ પડ્યું છે.

(4:57 pm IST)