Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

રૂપાણી સરકારે મંદિરોમાં વેડફયા પ્રજાના નાણાં :હાઇકોર્ટમાં પિટિશન :સરકારનો પુછાયો ખુલાસો

કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસાની ફાળવણી અયોગ્ય હોવાની રજૂઆત

અમદાવાદ :રાજ્ય સરકાર બજેટમાં ટુરિઝમ માટે કરોડો રૂપિયાની લ્હાણી કરી છે.મોઢેરા સૂર્યમંદિરને આંતરરાષ્ટ્રીય ફલક પર લાવવા તથા મહાશિવરાત્રી મેળાને મીની કુંભમેળાની જેમ ઉજવવા ખાસ જોગવાઈ કરી છે.રાજ્ય સરકારે અા માટે પવિત્ર યાત્રાધામ બોર્ડ બનાવ્યું છે. જે યાત્રાધામ હેઠળ રૂપિયાની ફાળવણી કરી યાત્રાધામોનો વિકાસ કરાય છે. અા બાબતે અાજે હાર્કોર્ટમાં રિટ થઈ છે. જેમાં પવિત્ર યાત્રાધામ બોર્ડે સમાવિષ્ટ કરેલા ધાર્મિક સ્થાનો માત્ર એક ધર્મના હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરાઈ છે.

 બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસાની ફાળવણી અયોગ્ય હોવાની રજૂઆત અા પીટિશનમાં કરાઈ છે. સરકારે જો યાત્રાધામોના વિકાસ જ કરવો હોય તો તમામ ધર્મના યાત્રાધામો નો પણ વિકાસ કરવાની સરકારની જવાબદારી હોવાનો અરજદારે દાવો કર્યો છે. હાઈકોર્ટે અા બાબતે સરકારનો ખુલાસો પૂછ્યો છે અને ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા અાદેશ કર્યો છે.

(2:07 pm IST)