Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

દક્ષિણ ગુજરાતમાં છવાયું ગાઢ ધુમ્મસ: સુરતમાં બે ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી

સુરત :સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંમાં આજે વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઇ હતી. ધુમ્મસને પગલે સ્કુલવાહનો, રોજગારી માટે જતા લોકો અને હાઇ-વે પર લોકોને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી.

 જાણવા મળ્યા મુજબ હૈદરાબાદ-સુરતની સ્પાઈસ ઝેટની ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે દિલ્હી-અમદાવાદ ઈન્ડિગો ફ્લાઈટને પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે.

(12:34 pm IST)