Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વડોદરાના ગામડાઓમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ: પરપ્રાંતિયોને કર્યા નિશ્ચિંત

 

સાંબરકાંઠાના હિંમતનગરના ઢુંઢર ગામની 14 માસની બાળા ઉપર દુષ્કર્મના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.પરપ્રાંતિયો પર વધતા હુમલાઓના બનાવોને પગલે પોલીસ તંત્ર પણ એકશનમાં આવી ગયું છે. વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગ્ગલ દ્વારા વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાંમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તે હેતુસર અને પર પ્રાંતીય લોકોની સલામતી માટે અને લોકો ભયમુક્ત થઈ પોતાનું કામકાજ કરી શકે તે હેતુસર ફ્લેગમાર્ચ યોજવામાં હતી.

   જિલ્લા પોલીસનો આશરે 15 થી વધુ પોલીસ વાહનોનો કાફલાએ ઇટોલા ગામ, પોર, અણખી, રમણગામડી, પોર ઓદ્યોગિક વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં આવી પહોંચી ફ્લેગમાર્ચ યોજી હતી. ફ્લેગમાર્ચને પગલે પરપ્રાંતીય લોકોમાં સલામતી અને હાશકારાનો અનુભવ જોવા મળ્યો હતો

  ફ્લેગમાર્ચમાં વડોદરા જિલ્લા એલ.સી.બી. પેરોલફર્લો જિલ્લા ટ્રાફિક, વડોદરા ગ્રામ્યના ડી.વાય.એસ.પી પી.આર.પટેલ, વરણામા પો એચ.પી.પરમાર તથા વરણામા પોલીસ મથકના સ્ટાફની હાજરીમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.

(9:02 am IST)