Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

અમદાવાદ સાયબર ક્રાઇમનો સપાટો :હોલીડે પેકેજના નામે દિલ્હીથી ઓનલાઇન ચીટિંગ કરતી ગેંગ ઝડપાઇ

દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતના 35 લોકો સાથે ચીટિંગ:પાંચ લોકોની ધરપકડ

 

અમદાવાદ સાયબર ક્રાઇમે હોલીડે પેકેજના નામે ઓનલાઇન ચીટિંગ કરતી એક ગેંગને ઝડપી લીધી છે આરોપીઓએ દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતના 35 લોકો સાથે ચીટિંગ કર્યું હતું.  

   દિલ્હીની ગેંગ ગુજરાતના ગ્રાહકના ડેટા મેળવી સંપર્ક કરી ભારત પ્રવાસની લાલચો આપી લાખ્ખો રૂપિયા પડાવતી હતી.જેમાં અમદાવાદના ભાવેશ મિસ્ત્રી સાથે છેતરપિંડી થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

 એક બાદ એક આરોપીઓ વિરુદ્ધમાં પુરાવા મળતા ગુનાનું મૂળ દિલ્હીના રોહિણી વિસ્તારમાં નીકળ્યું હતું. ત્યારે પોલીસ આરોપી પકડવા માટે દિલ્હી પહોંચી હતી. જેમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે.

(10:42 pm IST)