Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સુરતના કાપોદ્રા સરથાણા વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

કાળઝાળ ગરમીમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી :અચાનક ભારે પવન સાથે મેઘો મંડાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

 

સુરતના કાપોદ્રા સરથાણા વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભાર પવન સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો છે. કાળજાળ ગરમીમાં વરસાદ પડતા પૂરા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

  અચાનક ભારે પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકો થોડી મુશ્કેલીમાં મુકાયા હતા. લોકો નવરાત્રીની તૈયારીમાં લાગેલા છે, ત્યારે વરસાદ વરસતા ગરબાના શોખિનો થોડી ચિંતામાં જોવા મળ્યા હતા.પરંતુ વરસાદી વાતાવરણથી પંથકમાં ઠંડક પ્રસરી જતા આનંદનો માહોલ છવાયો છે.

(11:45 pm IST)