Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

છેલ્લા અઠવાડિયામાં એકપણ સિંહના મોત થયા નથી :વન વિભાગની ચાંપતી નજર :મંત્રી ગણપત વસાવા

સિંહોની બીમારી-ઈજાની ચકાસણી :600 જેટલા લોકો સિંહોના બ્લડ સેમ્પલ એકત્રિત કરવાની કામગીરીમાં જોડાયા

અમદાવાદ :ગીરના જંગલમાં 23 સિંહોના મોત બાદ બાકીના સિંહોને ચેપ ન લાગે તે માટે સિંહોને રસી અપાઈ રહી છે વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે ગીરની કુલ 45 રેન્જમાંથી એક રેન્જમાં સિંહોને વાયરસ લાગુ પડ્યાનો બનાવ બન્યો છે. બાકીની રેન્જના સિંહોમાં બિમારી કે ઇજાની ચકાસણી કરવામાં આવી રહી છે. જેના માટે 150 ટીમો કાર્યરત છે. કુલ 600 જેટલા લોકો સિંહોના બ્લડ સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી કરી રહ્યા છે. છેલ્લા 7 દિવસથી એક પણ સિંહોના મોત થયા નથી. વનવિભાગ સમગ્ર જંગલમાં સિંહો પર ચાંપતી નજર રાખી રહ્યું છે

(8:30 pm IST)