Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

અલ્પેશ ઠાકોરને ખરીદવા અને ધમકાવવાનો પ્રયાસ સફળ ન થતા ભાજપ હવે અલ્પેશ સામે કાદવ ઉછાળે છે : પરેશ ધાનાણી

સરકાર સામે લાંબી લડત ચલાવવા અલ્પેશે રાજીનામું આપવાની કોઇ જરૂર નથી

અમદાવાદ : ગુજરાતમાં પર પ્રાંતિયો પરના હુમલાની ઘટનામાં કથિત રીતે અલ્પેશ ઠાકોરને નિશાન બનાવતા ભાજપને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ  આક્ષેપ કરતા કહ્યું કે ભાજપે અલ્પેશ ઠાકોરને લાલચ આપી ખરીદવાનો અને ધમકાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમાં સફળ ન થતાં ભાજપ હવે અલ્પેશ સામે કાદવ ઉછાળે છે. પરંતુ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેશે. સરકાર સામે લાંબી લડત ચલાવવા અલ્પેશે રાજીનામું આપવાની કોઇ જરૂર નથી તેવી સ્પષ્ટતા પણ પરેશ ધાનાણીએ કરી.

(8:20 pm IST)