Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

અમદાવાદમાં નવરાત્રિમાં ટ્રાફિક વ્‍યવસ્‍થા ન સર્જાય તે માટે ટ્રાફિક-પાર્કિંગના નિયમોનું ચુસ્ત પાલન કરાવાશે

અમદાવાદઃ નવરાત્રી હોય કે બીજા સામાન્ય દિવસો શહેરની ટ્રાફિક પોલીસ પાર્કિગ કે ટ્રાફિકના નિયમ તોડનારાઓને કોઇ બહાને નહીં બક્ષે. નવરાત્રી માટે શહેરની નાની-મોટી અનેક ક્લબે સજાવટ, ઓરકેસ્ટ્રાથી લઈને કેટરિંગ સુધીની તૈયારીઓ કરી લીધી છે. ક્લબે વાયદો કર્યો છે કે, નવરાત્રી દરમિયાન ટ્રાફિક કે પાર્કિગના નિયમનો ભંગ કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. ટ્રાફિક અને પાર્કિંગ માટેના નિયમોનું ચુસ્ત પણ પાલન કરવામાં આવશે.

પાર્કિગ માટેની અલગ વ્યવસ્થા

નવરાત્રી દરમિયાન ક્લબમાં વઘતા ઘસારાને પહોંચી વળવા માટે પાર્કિગ માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે શહેરની ઘણી બધી ક્લબે પોતાના સભ્યો માટે મર્યાદિત સંખ્યામાં ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ માટે મહેમાની સંખ્યા પણ મર્યાદિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સભ્યો માટે ક્લબ ઈવેન્ટની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે. ગત વર્ષ જેવું આ વખતે નથી. ક્લબમાં માત્ર 4000ની મર્યાદામાં જ મુલાકાતીઓને ઉજવણી કરવા દેવામાં આવશે. ગત વર્ષની સંખ્યાની તુલનામાં આ વર્ષે સંખ્યા પ્રવેશ સંખ્યા અડધી કરી દેવામાં આવી છે.

પ્લોટ બુક કરવામાં આવ્યા

રાજપથ ક્લબના પ્રમુખ જગદીશ પટેલે જણાવ્યું હતું કે, આશરે 10,000 લોકો નવરાત્રી દરમિયાન ગરબામાં ભાગ લે છે. આ વખતે જગ્યા માટે ક્લબે બે વધારાના પ્લોટ રીઝર્વ કર્યા છે. જે ખાસ કરીને કાર પાર્કિગ માટે ફાળવવામાં આવ્યા છે. કર્ણાવતી ક્લબના પ્રમુખ જયેશ મોદીએ જણાવ્યું કે, શહેરની ઘણી ક્લબે ખાસ તો કાર પાર્કિંગ માટે આ પ્રકારનું આયોજન કર્યું છે. કર્ણાવતી ક્લબ પાસે 400 કારનું પાર્કિગ છે આ સિવાય પણ વધારાની 1200 કારના પાર્કિગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. 17000 સ્ક્વેર યાર્ડ અને 6000 સ્ક્વેર યાર્ડના બે પ્લોટ આ માટે રીઝર્વ કરવામાં આવ્યા છે. ખેલૈયાનો ઉત્સાહ જળવાઇ રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.

ખેલૈયાઓ શેરી ગરબામાં ઉજવણી કરશે

શહેરના સોફ્ટવેર એન્જિનિયર અને ખેલૈયા ભાર્ગવ કોરાટે કહ્યું કે, છેલ્લા બે અઠવાડિયાથી હું ગરબા શીખવા માટે ક્લાસિસમાં જાવ છું, જો ક્લબમાં કોઇ ગરબાનું આયોજન નહીં થાય તો પણ નવરાત્રીની ઉજવણી સોસાયટીમાં યોજાતા શેરી ગરબામાં રમીને ઉજવણી કરીશું. કર્ણાવટી અને રાજપથ ક્લબ પાસે પોતાની ક્લબના પરિસરમાં વેલવેટ પાર્કિગની વ્યવસ્થા છે. આ ઉપરાંત કર્ણાવટી ક્લબના સભ્યોને પણ કહેવાયું છે કે, શક્ય હોય ત્યાં સુધી નવરાત્રી સુધી કાર લઈને આવવું નહીં.

સભ્યો પાસે આધાર પુરાવાઓ માગ્યા

જયેશ મોદીએ ઉમેર્યું છે કે, સભ્યોની અપીલ કરવામાં આવી છે કે, તેઓ નવરાત્રી દરમિયાન લેવા-મૂકવા માટે આવતી ટેક્સી કારનો ઉપયોગ કરે જેથી પાર્કિગનું ભારણ ઓછું થઈ શકે. આ ઉપરાંત ક્લબમાં ગરબાના આયોજન માટે આ વખતે પોલીસની પરવાનગી લેવી પણ સરળ નથી. આ માટે ક્લબના સભ્યોના જરૂરી આધાર પુરાવાઓ પણ ક્લબને આપવાના છે જેથી ક્લબ સંચાલકો નવ દિવસ દરમિયાન વધારાની પાર્કિગની વ્યવસ્થા કરી શકે.

(5:38 pm IST)