Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ઝઘડીયાના જુનીજરસાડ ગામના પુરગ્રસ્ત લોકોને પોલીસે રેસ્ક્યુ કર્યા :બાળકો,વૃધ્ધો સહીત ગામલોકોને સલામત સ્થળે ખસેડ્યા

ભરૂચ જીલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના જુનીજરસાડ ગામની આજુબાજુ નર્મદાના પુરના પાણી ભરાતા રાજપારડીના પીએસઆઈ જાદવ અને પોલીસ જવાનોએ રેસ્ક્યુ કરીને ગામલોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા

  .ડેમ માંથી પાણી છોડવાનું ચાલુ હોઈ રાત્રિ દરમ્યાન પાણી વધવાની શક્યતાઓ રહેલી જણાતા રાજપારડી પોલીસે તાબડતોડ પુર અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી આદરી હતી.ગામની આજુબાજુ પુરના પાણી ફરી વળ્યા હોવાનું જણાવી પીએસઆઈ જાદવે જણાવ્યું કે આને લઇને તાત્કાલિક રેસ ક્યુ કરીને ગામના બાળકો વૃધ્ધો સહિત ગ્રામજનો ને સલામત સ્થળે ખસેડ્યા હતા.ગયા વર્ષે પણ અવિધા નજીક પુરમાં ફસાયેલી બસ ના ઉતારુઓને પોલીસે રેસ્ક્યુ કરી બચાવ્યા હતા

(10:04 pm IST)