Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અમદાવાદ : ભારે વરસાદ

બોપલમાં વિજળી પડી, નદીનું લેવલ ૧૨૭.૫૦ ફુટ

અમદાવાદ, તા.૧૦ : અમદાવાદ શહેરમાં આજે સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જનજીવન પર પ્રતિકુળ અસર થઇ હતી. અમદાવાદ શહેરમાં પાંચ ઇંચકરતા પણ વધુ વરસાદ થતાં મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા અને ચારેબાજુ પાણી પાણીની સ્થિતિ જોવા મળી હતી. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૩૩.૫૦ મીમી સુધીનો વરસાદ ખાબકી ગયો હતો. પૂર્વ ઝોનમાં ૧૦૧.૬૬ મીમી જેટલો વરસાદ થયો હતો. જ્યારે દક્ષિણ ઝોનમાં સૌથી વધારે ૧૧૮.૭૫ મીમી જેટલો વરસાદ થયો હતો. અમદાવાદમાં ભારે વરસાદની સાથે સાથે નીચે મુજબ છે.

*       અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કલાકોના ગાળામાં જ પાંચ ઇંચથી વધુ વરસાદ

*       શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થયા

*       દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૩૩.૫૦ મીમી વરસાદ થયો

*       અમદાવાદમાં સિઝનનો કુલ વરસાદનો આંકડો ૭૨૮.૯૪ મીમી થયો

*       અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે વાસણા બેરેજના પાંચ દરવાજા ચાર ફુટ સુધી ખોલવાની ફરજ પડી

*       વાસણા બેરેજમાં પાણીની સપાટીને અંકુશમાં કરવામાં આવી

*       નદીનું લેવલ ૧૨૭.૫૦ ફુટ સુધી જાળવવામાં આવ્યું

*       અમદાવાદ શહેરમાં ભારે વરસાદ દરમિયાન જુદા જુદા વિસ્તારમાં ૪૦ જેટલા ઝાડ પડવાની ઘટના બની પરંતુ ૩૨ ઝાડ દૂર કરી રસ્તા ખુલ્લા કરાયા

*       શહેરમાં દક્ષિણ ઝોનમાં એક જગ્યાએ બ્રેકડાઉનની સ્થિતિ થઇ પરંતુ પ્રોટેક્શન કરાયું

*       ટુંકાગાળામાં જ ભારે વરસાદ દરમિયાન અન્ડપાસ પાસે લાઇટ સપ્લાય બંધ થવાના લીધે ડી વોટરિંગ પંપો કાર્યરત ન રહ્યા

*       શહેરના વસ્ત્રાપુર તળાવમાં પાંચ ફુટ, આરસી ટેકનિકલ ૪.૫ ફુટ અને ચાંદલોડિયા તળાવમાં ચાર ફુટ સુધી પાણીની આવક થે

*       સાવચેતીના ભાગરુપે નજરજનોને સાવચેતીપૂર્વક બહાર નિકળવા કહેવામાં આવ્યું

*       અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં વિજળી પડી

*       કડાકા-ભડાકા સાથે વરસાદથી ભયનો માહોલ રહ્યો

*       અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ

(9:05 pm IST)