Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ

વિશ્રામગૃહ, વિરમગામ-માંડલ-દસાડા રોડ, સરકારી આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ અને માંડલ-એંદલા-રામપુરા-સંગપુરા-કડી રોડનું ખાતમુહૂર્ત કરાયુ

 વિરમગામ: અમદાવાદ જિલ્લાના માંડલમાં આવેલ મેઘમણી સંસ્કાર ધામ ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૨ કરોડ ૬૭ લાખના ખર્ચે નિર્મિત “વિશ્રામગૃહ”નું લોકાર્પણ અને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૫૦ કરોડ ૮૯ લાખના ખર્ચે નિર્મિત “વિરમગામ-માંડલ-દસાડા રોડ”નું લોકાર્પણ તથા રૂ.૪૩ કરોડ ૪૯ લાખના ખર્ચે નિર્માણ પામનાર "માંડલ-એંદલા-રામપુરા-સંગપુરા-કડી રોડ"નું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ

  . આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિંઝુવાડા ખાતે રૂ. ૪ કરોડ ૪૦ લાખના ખર્ચે નિર્મિત "સરકારી આયુર્વેદ હોસ્પિટલ" નું લોકાર્પણ પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

       આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્રભાઈ મુંજપુરા, વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાના સંગઠના પ્રમુખ, કાર્યકરો, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(8:01 pm IST)