Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

વડોદરાની એસએસજી હોસ્પિટલના બાળકોના વિભાગમાં આગ ભભૂકી :ત્રીજા અને ચોથા મળે આગ: 35 બાળકોને રેસ્ક્યુ કરાયા

ફાયર બ્રિગેડની ટીમે પીડિયાટ્રિક વિભાગના 35 બાળકોને સલામત વોર્ડમાં ખસેડ્યા : વરસતા વરસાદમાં શોર્ટ સર્કીટથી અંગત લાગ્યાનું તારણ

વડોદરાની સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં આગ ભભૂકી ફાયર બ્રિગેડ દોડ્યું હતું અને બાળકોને રેસ્ક્યુ કરીને સલામત વોર્ડમાં ખસેડ્યા હતા બાળકોના વિભાગેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગની ઘટનાના પગલે SSGના બાળકોના ICU વિભાગના પેશન્ટ્સને શિફ્ટ કરાયા છે. બાળકોના વિભાગમાં ત્રીજા અને ચોથા માળે આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. પીડિયાટ્રિક  વિભાગમાં 15 વર્ષ સુધીના બાળકો ભરતી કરાયા હતા. ભયના માહોલની વચ્ચે વાલીઓ પણ પોતાના બાળકોને લઈને દોડ્યાં હતા.

   હાલમાં ફાયરબ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો. એકબાજુ વરસાદ વરસી રહ્યો હતો ત્યારે શોર્ટ સર્કિટ થયો હોવાની આશંકા છે. પીડિયાટ્રિક વિભાગમાં આગ લાગતાં એક તબક્કે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, ફાયર એક્ઝિટ માટે તૈયાર કરાયેલા ખાસ રસ્તેથી બાળકોને ફાયરબ્રિગેડ અને સિક્યોરિટીના જવાનોએ તાત્કાલિક ખસેડી લીધા હતા વડોદરાની એસ.એસ.જી હૉસ્પિટલથી ફાયરબ્રિગેડ લાંબા અંતેર ન હોવાના કારણે તાત્કાલિક પણે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ હતી.  આગ લાગતાં સમયસર ફાયરબ્રિગેડની ટીમો પહોંચી ગઈ હતી.  આગના પગલે પીડિયાટ્રિક વિભાગના 35 જેટલાં બાળકોને સલામત વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

   ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ તેમને કોલ મળ્યો એટલે તુરંત જ ટૂકડીઓ એસ.એસ.જી પહોંચી ગઈ હતી. કેટલાક બાળકો વેન્ટિલેટર  પર પણ હતા. એસ.એસ.જી.ના સુપરિન્ટેન્ડન્ટ ડૉ.રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે ACમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી. ફાયર બ્રિગેડે હૉસ્પિટલ સ્ટાફ સાથે મળી 35 બાળકોને રેસ્ક્યૂ કર્યા છે

(7:52 pm IST)