Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

આણંદ નજીક ચિખોદરા ચોકડી પાસે મધ્ય રાત્રીના સુમારે શો- રૂમમાં ચેકીંગ માટે ગયેલ સુપરવાઈઝરને ચોર સમજી વોચમેન માર મારી ઇજા પહોંચાડતા ફરિયાદ

આણંદ:નજીક આવેલી ચીખોદરા ચોકડી પાસે આવેલા મારૂતિ સુઝીકીના શો-રૂમ ઉપર ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ચેકીંગ માટે ગયેલા સુપરવાઈઝરને સુઈ રહેલા વોચમેને લાકડાના ડંડાથી માર મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ઉમેશભાઈ બાબુભાઈ ચોરસીયા એસટોક સીક્યુરીટી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાત્રીના બે વાગ્યાના સુમારે તેઓ ચેકીંગ કરતાં-કરતાં ચીખોદરા ચોકડી પાસે આવેલા મારૂતિ-સુઝીકીના શો-રૂમ પર ગયા હતા જ્યાં ફરજ બજાવતો વોચમેન વિષ્ણુભાઈ અંબાલાલ ભોઈ (રે. બામણવા, તા. ખંભાત)પાછળના ભાગે સુતેલો જોવા મળ્યો હતો. જેથી તેને જગાડીને સુઈ કેમ ગયા છો તેમ કહેતા જ તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને લાકડાનો ડંડો લઈ આવીને જમણી આંખની ઉપર તેમજ જમણા હાથે મારી દેતાં ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓ આવી ચઢ્યા હતા અને ઘવાયેલા ઉમેશભાઈને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

(6:09 pm IST)