Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

પાલનપુરના ડોક્ટર હાઉસમાં 21 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કરતા અરેરાટી: લોકોએ તકેદારી રાખતા આબાદ રીતે બચાવ

પાલનપુર: શહેરના ર્ડાક્ટર હાઉસમાં સોમવારે બપોરના સમયે વાસણા (જ) ગામના ૨૧ વર્ષીય રાહુલ લક્ષ્મણભાઈ વાલ્મિકી નામનો યુવક આ ર્ડા.ગૌતમ પટેલના બહુમાળી દવાખાનાની આગાશી પર ચઢી ગયો હતો અને આત્મહત્યા કરવા માટે આ યુવકે બે કલાક સુધી ફિલ્મી દ્રશ્યની જેમ તમાશો કરતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. બનાવની જાણ થતાં જ પૂર્વ પોલીસની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દવાખાના ચોથા માળની છત પર ચડી ગયેલ યુવકને નીચે ઉતારવાના પ્રયત્નો શરૃ કર્યા હતા. પરંતુ યુવક નીચે ઉતરવા કે સમજવા તૈયાર ન થતા આખરે પોલીસે યુવકને બચાવી લેવા માટે દવાખાના  નીચે ગાદલા અને કાપડની નેટ બાંધીને યુવકને બચાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. જે વચ્ચે આખરે યુવકે દવાખાનાના ચોથા માળેથી જમીન પર છલાંગ લગાવતા નીચે ઉભેલ પોલીસની ટીમ દ્વારા યુવકને કાપડની નેટમાં ઝીલી લેવામાં આવ્યો હતો. જોકે યુવકે કરેલ આત્મહત્યાના પ્રયાસમાં સદનસીબે તેનો બચાવ થયો હતો અને તેને સામાન્ય ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે યુવકે બહુમાળી દવાખાના પરથી લગાવેલ છલાંગના દ્રશ્યો લોકોએ મોબાઈલમાં લાઈવ કેદ કર્યા હતા. જોકે આ યુવક ઘરેથી અંબાજી જવાનું કહીને નીકળ્યો હતો તે માનસિક અસ્વસ્થ હોય તેને આ પગલું ભર્યું હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું.

(6:00 pm IST)