Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સુરતના કતારગામમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતી તરૂણીની છેડતી કરનાર 27 વર્ષીય રત્નકલાકારને લોકોએ પકડી પાડી મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો

સુરત:કતારગામ મગનનગરમાં ગત સવારે કચરો મૂકવા ગયેલી ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય તરૃણીની છેડતી કરનાર 27 વર્ષીય રત્નકલાકારને લોકોએ વોચ ગોઠવી ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કતારગામ મગનનગર 2 માં રહેતા સૌરાષ્ટ્રવાસી પરિવારની ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય પુત્રી ગત સવારે મહાનગરપાલિકાની ગાડી કચરો લેવા આવતા કચરો આપવા માટે નીચે ગઈ હતી. કચરો આપીને તે એપાર્ટમેન્ટના દાદર ચડતી હતી તે સમયે એક અજાણ્યા યુવાને તેનો હાથ પકડી પૂછયું હતું કે તું ક્યાં રહે છેબાદમાં યુવાને તરૃણીના છાતીના ભાગે અડપલાં કરવા લાગતા ગભરાયેલી તરૃણીએ મમ્મીને બૂમો પાડતા યુવાન ભાગી ગયો હતો.

(5:57 pm IST)