Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સુરતના કાપોદ્રામાં હીરા દલાલે વેપારી પાસેથી 19 લાખ રૂપિયા પડાવવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

સુરત:કાપોદ્રાના હીરા વેપારીએ કરેલા નાણાકીય વ્યવહારમાં મધ્યસ્થી બનનાર કતારગામના હીરાદલાલે હીરા વેપારી પાસેથી રૃ.19 લાખ પડાવવા ધમકી આપી માર પણ મારતા ધરપકડ કરાઇ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના ઉમરાળાના વતની અને સુરતમાં કાપોદ્રા લક્ષ્મણનગર ચોક ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય અશોકભાઈ મનજીભાઈ કાકડીયા વરાછા મીની બજારમાં હીરાનો વેપાર કરે છે. વર્ષ 2015 માં તેમણે હિંમતભાઈ સોરઠીયાને રૃ.14 લાખ લખાણ કરીને ઉછીના આપ્યા તે સમયે હીરાબજારમાં દલાલીનું કામ કરતા તેમના હમવતની રાજેશભાઈ લવજીભાઈ ખુટ (ઉ.વ.32રહે. ઘર નં.5શિવમપાર્ક સોસાયટીડભોલી રોડકતારગામસુરત) મધ્યસ્થી તરીકે હતા. અશોકભાઇએ લખાણ માંગતા ઇન્કમટેકસની રેઇડમાં સળગાવી નાંખ્યું હવે ભૂલી જાઓ તેમ રાજેશભાઇએ કહી દીધું હતું.

(5:55 pm IST)