Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સુરતના ડુમમ્સ રોડ પર મોપેડ સવાર પરિણીતાના હાથમાંથી મિત્ર સાથે મળી પતિએ મોબાઈલની તફડંચી કરતા ચકચાર

સુરત: શહેરના ડુમ્મસ રોડ વેલેન્ટાઇન સિનેમા નજીક મોપેડ સવાર પરિણીતાના હાથમાંથી મિત્ર સાથે મોટરસાઇકલ પર ઘસી આવેલા પતિ મોબાઇલ ફોન આંચકીને ભાગી ગયાની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાઇ છે.

નાનપુરા ખાખી બાવાના મંદિર નજીક કુવાવાડીમાં માતા-પિતા સાથે રહેતી પરિણીતા ફોરમ ધર્મેશ ભાયાવાલા ગત રોજ માતા વર્ષાબેન સાથે મોપેડ પર ડુમ્મસ રોડ ઓડી કારના શો-રૃમ પાછળ સુમન આનંદમાં રહેતી માસીના ઘરે ગઇ હતી. જયાંથી બે વાગ્યાના અરસામાં પ્લેઝર મોપેડ પર પરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે વેલેન્ટાઇન સિનેમા નજીક સાંઇબાબા મંદિરની પાછળના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા તે અરસામાં મોટરસાઇકલ પર બે યુવાન ઘસી આવ્યા હતા.

(5:54 pm IST)