Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સુરતના અડાજણમાં કરિયાણાની દુકાનનું શટર તોડી ચોરીનો પ્રયાસ: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

સુરત:અડાજણ એલ.પી. સવાણી રોડ સ્થિત સ્વપ્ન સૃષ્ટિ રેસીડેન્સીમાં રહેતા અજય નટવરલાલ પટેલ પીપલોદની જલારામ સોસાયટીમાં ઇચ્છાનાથ સ્ટોર્સ નામે દુકાન ધરાવે છે. આ દુકાનનું શટર ગત રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં પડોશી દુકાનદારને નજરે પડતા તેમણે તુરંત જ અજયને જાણ કરી હતી અને તે દુકાન ખાતે દોડી આવ્યા હતા. દુકાનનું શટર ખોલી અંદર પ્રવેશી ચેક કરતા દુકાનનો સરસામાન જે તે સ્થિતીમાં જ હતો અને એક પણ વસ્તુ ચોરી થયેલી ન્હોતી.

જેથી અજય અને તેના પિતરાઇ ઇન્દ્ર પટેલે દુકાનના સીસીટીવીના ફુટેજ ચેક કરતા તેમાં ગત રોજ વ્હેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં મોઢે રૃમાલ બાંધેલા બુકાનીધારી બે યુવાનોએ હાથથી શટર ઉંચુ કરવાની કોશિષ કરી હોવાનું જણાય આવ્યું હતું. જેથી આ ઘટના અંગે અજય પટેલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુકાનના સીસીટીવી ફુટેજના આધારે શટર ઉંચુ કરી ચોરીનો પ્રયાસ કરનારની શોધખોળ હાથ ધરી છે.

(5:53 pm IST)