Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

વડોદરામાં 10 વર્ષીય બાળકીને બીભત્સ ફિલ્મો બતાવી કાકાએ હવસનો શિકાર બનાવતા અરેરાટી: ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી

વડોદરા: શહેરમાં ૧૦ વર્ષની માસૂમ બાળાને મોબાઈલ ફોન પર પોર્ન ફિલ્મ બતાવી દૂરના કાકાએ દુષ્કર્મ આચર્યું  હતુ. આધેડ વયના હવસખોર કાકાની પાણીગેટ પોલીસે ધરપકડ કરી લોકઅપમાં ફીટ  કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે વાડી વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની બાળા ધો.૬માં અભ્યાસ કરે છે. તેની મોટી બહેનના આંતરવસ્ત્રો થોડા થોડા સમયે ચોરી થઈ જતાં હતા. જે અંગે મોટીબહેને માતાને કહ્યું હતુ. માતાએ કહ્યું હતું કે કોઈ વ્યક્તિ મેલીવિદ્યા કરવા લઈ જતું હશે. કપડા ચોરી બાબતે કુટુંબીજનો ભેગા થઈને વાતચીત કરતાં તે સમયે ૧૦ વર્ષની બાળા અચાનક બોલી ઉઠી કે  '' વિનોદકાકા ઘરે આવે છે'' જેથી બાળાના માતા-પિતા અને પરિવારજનોને એવું થયું કે વિનોદભાઈ મેલીવિદ્યા કરવા માટે આંતરવસ્ત્રો લઈ જતા હશે.

અન્ય કુટુંબીજનોના છૂટા પડયા પછી માતાએ પોતાની ૧૦ વર્ષની પુત્રીને વિનોદકાકા બાબતે પૂછ્યું હતુ. ૧૦ વર્ષની બાળકીએ માતાને કહ્યું હતું કે વિનોદકાકા ઘરે આવે છે. અને મને એકલી જોઈને તેમના મોબાઈલ ફોનમાં ગંદા ફોટા અને વિડિયો બતાવે છે. આજથી દશ દિવસ પૂર્વે વિનોદકાકા બપોરે દોઢવાગ્યે ઘરે આવ્યા હતા. અને હું ઘરમાં એકલી હતી ત્યારે મને તેમના મોબાઈલમાં ગંદા વિડિયો બતાવ્યા હતા. ત્યારબાદ મને પલંગ પર સુવડાવી દઈ મારા બધા કપડા ઉતારી દીધા હતા. વિનોદકાકા તેમના પેન્ટ અને ચડી ઉતારી મારા પર સૂઇ ગયા હતા. અને મારી સાથે ગંદુ કામ કર્યું હતુ. મને દુઃખતું હોય હું બૂમો પાડતી હતી ત્યારે વિનોદકાકાએ ધમકી આપી હતી કે બૂમો પાડીશ તો તને જાનથી મારી નાંખીશ. તારે કોઈને કશું કહેવાનું નહી.  પીઆઈ આર.એસ.બારીયાએ બળાત્કાર ગુજારનાર  વિનોદ ભીખાભાઈ પરમાર ઉ.વ.૫૫ (રહે.આમોદર ગામ તા.વાઘોડિયા જિ.વડોદરા)ની ધરપકડ કરી લોકઅપમાં ફીટ કર્યો છે.

(5:49 pm IST)