Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

વડોદરા: ઈંટોલામાં એક મકાનને નિશાન બનાવી બે મહિલા ચોરે દાગીના સહીત રોકડની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરા:ઇંટોલા રેલવે સ્ટેશન પાસેની સોસાયટીના એક મકાનમાંથી બે મહિલા સોનાના દાગીના, રોકડ તેમજ મોબાઇલ ઉઠાવી જતા પોલીસે બંને મહિલાઓ સહિત ચારની શોધખોળ હાથ ધરી છે.

ઇંટોલા રેલવે સ્ટેશન પાસેની નિજાનંદ સોસાયટીમાં રહેતા સુનીલ કાનજી ચૌધરી ફેબ્રીકેશનના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તા.૨૨ એપ્રીલના રોજ તેમના બહેનનું અવસાન થયું હોવાથી તેઓ પરિવારના સભ્યો સાથે ગાંધીનગર ગયા  હતાં. ૧૨ દિવસ બાદ તેઓ પરત ફર્યા ત્યારે રૃા.૧૫ હજાર રોકડા તેમજ મંદિરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના જણાયા ન હતાં. આ અંગે સુનીલભાઇએ પાડોશીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે રોમાબેન અને ભાવનાબેન નામની બે મહિલાઓ આવી હતી અને બાજુવાળુ મકાન ભાડે લેવાનું છે તેની ચાવી ઘરમાં છે તેમ કહી ઘર ખોલાવ્યા બાદ તેઓ ઘરમાં ગયા ત્યારે કદાચ ચોરી થઇ હોવી જોઇએ તેમ કહ્યું હતું.

(5:47 pm IST)