Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અમદાવાદના વટવામાં પોલીસે મકાનમાં અચાનક દરોડા પાડતા બાળકોનું અપહરણ કરીને ભીખ મંગાવતી મહિલા સહિતના આરોપીઓ રંગે હાથે ઝડપાયા: 17 બાળકોને જાલીમોની કેદમાંથી મુક્ત કરાવવામાં આવ્યા

અમદાવાદ:વટવામાં પોલીસે જુલાઈ મહિનામાં એક મકાન પર દરોડો પાડીને બાળકીઓને અપહરણ કરીને તથા અન્ય રીતે લાવીને ભીખ મંગાવતી મહિલા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ૧૭ બાળકોનો છુટકારો કરાવવામાં આવ્યો હતો.  આ કેસમાં ગંગનો મુખ્ય સુત્રધાર બેતાબ ઉર્ફે શિવમ આનંદ સલાટ ફરાર હતો જેની મહારાષ્ટ્રના લોનાવાલાથી પોલીસે ધરપકડ કરી હતી. આ ટોળકી મેળામાંથી બાળકોને ઉઠાવી લાવીને તેમની પાસે ભીખ મંગાવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 

અગાઉ વટવામાં રહેતો આ ગેંગનો મુખ્ય સુત્રધાર બેતાબ ઉર્ફે શિવમ આનંદ સલાટ (પવાર) મહારાષ્ટ્રના લોનાવાલામાં રહેતો હોવાની માહિતી ક્રાઈમ બ્રાંચને મલી હતી. જેને આધારે પોલીસે લોનાવાલાના કાંતીનગર વિસ્તારમાંથી બેતાબ ઉર્ફે શિવમની ધરપકડ કરી હતી. પુછપરછમાં શિવમે પોલીસને કહ્યું હતું કે તે તેની માતા આનંદી ઉપરાંત સંપત મદ્રાસી અને ત્રણ ભાઈઓ આનંદ સલાટ, ઈનેશ સલાટ તથા રાજેશ સલાટ સાથે ૨૦ વર્ષથી વટવાના માનવનગર પીકનીક પાર્ક ખાતે રહેતો હતો. સાતેક વર્ષથી તે લોનાવાલા રહેવા ગયો હતો.

(5:47 pm IST)