Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અમદાવાદથી ૧૦ર૩ કિ.મી.ની દિલ્હી સફર કરીને અમદાવાદના ૩ યુવકોએ વ્યસન મુકિત માટે આપ્યો સંદેશ

અમદાવાદ તા. ૧૦ :.. દેશના યુવાનો નશાયુકત પદાર્થોથી દૂર થાય તે માટે અમદાવાદના ૩ યુવાઓ ગાંધી આશ્રમથી દિલ્હી સુધી દોડતા પહોંચ્યા હતાં. અને દેશના યુવાનોને નશાયુકત પદાર્થોથી દુર રહેવાનો અનોખી સંદેશ પણ આપ્યો હતો. અમદાવાદના ૩ યુવા રૂપેશ મકવાણા, લોકેશ અને પાર્થ અમદાવાદના ગાંધી આશ્રમથી ૧૯ ઓગસ્ટએ દોડતા દિલ્હી માટે નીકળ્યા હતાં.

જેમણે ૧૦ર૩ કિ.મી.નો સફર દોડીને ૧પ દિવસમાં યુવા બચાવો ભારત બચાવોના નારા સાથે દિલ્હી પહોંચ્યા હતાં. અમદાવાદથી દિલ્હી સુધીની સફરમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીની અનેક શાળાઓમાં યુવાઓને ડિપ્રેશનમાં  રહેવા મેડિટેશન અથવા એકસરસાઇઝ કરવા પ્રોત્સાહીત કરવાનું કાર્ય ગુજરાતના આ ત્રણ યુવાનોએ કર્યુ હતું. તો સાથે નાની વયે લવ અફેર અને વ્યસનથી દુર રહેવા અપીલ કરી.

રૂપેશ, લોકેશન અને પાર્થએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, દેશના યુવાઓને બચાવીશું તો દેશ બચશે. તો સાથે જ ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરી દેશભરની તમામ શાળાઓમાં બાળક જયારે પ ધોરણમાં એડમિશન લે છે. ત્યારથી જ એક લેકચર મેડિટેશનનો પણ રાખવામાં આવે. જેથી દેશનો યુવાન તેના કેરિયાર પ્રત્યે પુરતુ ધ્યાન રાખી શકે.

(5:37 pm IST)