Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સરકારી માધ્યમિક શાળામા શૈક્ષણિક ગુણવત્ત્। સુધારણા માટે એકમ કસોટીનો પ્રારંભ

રાજકોટ, તા. ૧૦ : રાજયના શિક્ષણ વિભાગ ધ્વારા સરકારી માધ્યમિક શાળામા ધોરણ ૯ અને ૧૦ મા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ની શૈક્ષણિક ગુણવત્ત્।ા સુધારણા માટે એકમ કસોટીનો શુભારંભ કરવામાં આવેલ છેઙ્ગ

જેમા દર શનીવારે જુદા જુદા વિષયની એક કસોટી લેવાનું નકકી કરવામાં આવેલ છે એકમ કસોટી બાદ  કાર્ય પણ હાથ ધરવામાં આવશે.

આવા પ્રકારના આયોજન થી સરકારી શાળામા અભ્યાસ કરતા તમામ બાળકો મા અગામી દિવસો મા ખુબજ ફાયદો થશે સાથે એસ એસ સી તથા એચ એસ સી ના પરિણામ પર પણ સારી અસર પડશે અને પરિણામ ની ટકાવારી સુધરશેઙ્ગ

રાજકોટ જિલ્લા ની ૩૫ સરકારી માધ્યમિક શાળા મા માહે સપ્ટેમ્બર ૨૦૧૯ મા તા.૭,૧૪,૨૧ અને ૨૮ ના રોજ એકમ કસોટી લેવામાં આવશેઙ્ગ

નિયત કરેલ અભ્યાસ ક્રમ અને આયોજન મુજબ તમામ વિષય ના તમામ પ્રકરણ ને ધ્યાનમાં રાખી એકમ કસોટી લેવામાં આવશે કસોટીના તમામ પેપરો જિલ્લા કક્ષાએ થી શાળા કક્ષાએ પહોચતા કરવામાં આવશેઙ્ગ

શાળા કક્ષાએ તમામ વિદ્યાર્થીઓનો એકમ કસોટી નો વિદ્યાર્થીવાર ડેટા રાખવાનો રહેશે અને તેના આધારે નિદાનાત્મક અને ઉપચાત્મક કાર્ય પણ કરવાનું રહેશે અને વિદ્યાર્થીઓના વાલીને તેના બાળકો ની પ્રગતિ બાબતે અવગત કરવાના રહેશે.

શિક્ષણ વિભાગ ના આ નવતર પ્રયાસ થી ૧૦૦રુ શૈક્ષણિક ગુણવત્ત્। સુધારણા થશે.

(4:11 pm IST)