Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

''રૂલ ઓફ લો''ને વરેલી ગુજરાત સરકારની ઝડપી ન્યાય માટે પરિણામ લક્ષી કામગીરીઃવિજયભાઈ

અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ ખાતે ૩૯ કરોડના ખર્ચે નવનિર્મિત કાયદા ભવનને ખુલ્લુ મુકાયુઃ સુપ્રીમ કોર્ટના જજ રેડ્ડી, શાહ તથા ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય જજ દવે કાયદા મંત્રી ચુડાસમા હાજર રહ્યા : ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર, કાયદા ભવન દેશના શ્રેષ્ઠ ભવન પૈકીનું એક બન્યુઃ સોલીસીટર જનરલ મહેતા લો ઓફીસર્સ માટેનું ભવન અદ્યતન સુવીધાઓથી સજજઃ એડવોકેટ જનરલ ત્રિવેદી

ગાંધીનગર, તા.૧૦ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીએ જણાવ્યું હતું કે, ગુજરાત તેની ગુણવત્તા માટે જાણીતું છે. આજે લોકાર્પણ થયેલ 'કાયદા ભવન' વૈશ્વિક કક્ષાનું છે અને તે દેશ આખા માટે 'મોડલ ભવન' બનશે. ગુજરાત હાઈકોર્ટના એક્ટીંગ ચીફ જસ્ટિસ અનંત દવેએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે શ્રેષ્ઠ 'સ્ટેટ લીટીગેશન પોલિસી' બનાવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, લોકોને ઝડપી ન્યાય મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને કાયદાક્ષેત્રે જરૂરી સુવિધાઓ ઊભી કરી પેન્ડેન્સી ઘટાડવા સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં અંદાજે રૂ. ૩૯ કરોડના ખર્ચે નવર્નિમત 'કાયદા ભવનને મુખ્યમંત્રીશ્રી તથા સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર. સુભાષ રેડ્ડી, ન્યાયમૂર્તિ એમ.આર. શાહ, ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ અનંત એસ. દવેએ ખુલ્લુ મુક્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે માળખાગત સુવિધાઓનું સગ્રથિત માળખું ઉભુ કર્યું છે ત્યારે હાઇકોર્ટના પ્રાંગણમાં બનેલું આ 'કાયદા ભવન' પણ અદ્યતન સુવિધાઓ સાથે સેવારત થયું છે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતુંં કે,'રૂલ ઓફ લો' ના સૂત્રનેવરેલી ગુજરાત સરકાર ેરાજ્યના નાગરિકોને ઝડપી ન્યાય મળે તે પરિણામલક્ષીકામગીરી કરી છે. રાજ્યમાંજિલ્લા ન્યાયલય ભવનો પણ અદ્યતન અને સુવિધાપૂર્ણબનાવાયા છે.

તેમણે જણાવ્યું હતું કે, દિન-પ્રર્િંતદિન વધતી  કામગીરીના પગલે તાલુકા-જિલ્લા કોર્ટની સાથે હાઇકોર્ટમાંપણ કામગીરીનું ભારણ વધ્યું છે. ત્યારે આ ભવન નિર્માણ અત્યંત જરૂરી હતું. આ ભવન સાચાઅર્થમાં લોક કલ્યાણ નીપ્રભાવનાને મજબૂત બનાવશેે તેમણે ઉમેયુ હતું.

સુપ્રીમ કોર્ટના જસ્ટીસ આર.સુભાષ રેડ્ડીએ જણાવ્યું હતું કે, આ 'કાયદા ભવન' વૈશ્વિકકક્ષાનું બન્યું છે. તેમાં કાર્યરત લો ઓફીસર્સ અને અન્યકર્મીઓની કાર્યક્ષમતાને નવોઓપ આપશે. અહીં ઉપલબ્ધ કરા યેલી માળખાગત સુવિધાઓકેસોના નિકાલને વધુ ઝડપી અનેપરિણામલક્ષી બનાવાશે. આભવન દેશ આખા માટે'મોડલ ભવન' બનશે. તેઓ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

સુપ્રીમ કોર્ટના જસ્ટીસએમ.આર. શાહે જણાવ્યું હતું કે, 'કાયદા ભવન' નિર્માણકરીને ગુજરાતે આગવી પહેલકરી છે. આ ભવનમાં અદ્યતન અને ટેકનોલોજી અપગ્રેડેશન સાથેની સુવિધાઓ ઉપલબ્ધકરાઇ છે. અગાઉના સમયમાં પડતી અગવડતાઓ દૂર થઇ છે.નવા 'કાયદા ભવન'માં બેસીનેકામ કરતા લોકો વધુ પ્રર્િંતબદ્ધતા-કાર્યક્ષમતાથી કામ કરી શકશે.ગુજરાત  હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ અનંત દવેએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે શ્રેષ્ઠ 'સ્ટેટ લીટીગેશન પોલીસી' બનાવી છે. સામાન્યમાણસને ઝડપી ન્યાય મળે તે માટેની પોલીસીને બિરદાવી હતી.

રાજ્યના કાયદા મંત્રીભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઝડપી ન્યાયમાટે શ્રેષ્ઠ પરિસર છે. વર્ષ૨૦૦૪માં આ ક્ષેત્ર માટે રૂ.૧૪૦ કરોડની જોગવાઇ હતી. જ્યારે આજે રૂ.૧૬૩૫કરોડની જોગવાઇ અમારીસરકારે કરી છે. આજે નિર્માણપામેલું કાયદા ભવન આબદલાવને આત્મસાત કરી'મોડેલ સ્ટેટ'ને છાજે તેવું બન્યુંછે. અમારી સરકારે તમામ ક્ષેત્રોમાં આગામી ૫૦ વર્ષને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરી છે.

ભારત સરકારના સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે,ગુજરાત તમામ ક્ષેત્રોમાં અગ્રેસરરહ્યું છે ત્યારે 'કાયદા ભવન'  પણ દેશના શ્રેષ્ઠ ભવનો પૈકીનુંએક બન્યું છે. લો ઓફીસર્સે'રૂલ ઓફ લો'ના પરિણાામલક્ષી નિયમન માટેસક્રિય કામગીરી બજાવવી પડશે.એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, લો-ઓફીસર્સમાટે બનાવાયેલું આ ભવન શ્રેષ્ઠ-અદ્યતન સુવિધાઓ ધરાવે છે.રાજ્ય સરકારે આ ભવનના નિર્માણ માટે હકારાત્મકઅભિગમ ધરાવીને અને કોર્પોરેટઓફીસનો લુક ધરાવતું આ ભવન નિર્માણ થયું છે.

(3:26 pm IST)